Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં પ્રથમ દિવસે 432 કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

દ્વારકા જિલ્લામાં પ્રથમ દિવસે 432 કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

- Advertisement -

લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. 7 મે ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન થનાર છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન પ્રક્રિયાથી વંચિત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

ત્યારે મંગળવારે પ્રથમ દિવસે જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ સહિત કુલ 432 અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકતંત્રના આ મહાપર્વની ઉજવણીમાં પોતાની સહભાગીતા નોંધાવી હતી.

જેમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જામનગર મતવિસ્તાર વિભાગમાં ખંભાળિયા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા કુલ 226 અને દ્વારકા વિધાનસભામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા કુલ 206 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રથમ દિવસે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular