ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણગુરુદેવના પરિવારના ઉગ્રવિહારી પૂ. જયાબાઈ મ. સ. ના સુશિષ્યા પૂ. હંસાબાઈ મ. સ. 94 વર્ષની વયે 69 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા. 24ના રવિવારે સાંજે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે. વૈભવ સોસાયટી, લામ રોડ, રાજગૃહી સોસાયટી પાસેથી તેમની પાલખીયાત્રા નીકળી હતી.
સાવરકુંડલામાં સમજુબેન હરજીવનભાઈ મગિયાના ગૃહાંગણે જન્મેલા હંસાબેનની દીક્ષા વૈશાખ વદ – 5, વિ. સં. 2012ના સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુદેવના હસ્તે છેલ્લા દીક્ષિત થનાર હતા. દેવલાલીમાં સ્થિરવાસ હતા. પૂ. જ્યોતિબાઈ મ. સ. અને મગીયા પરિવારે વૈયાવચ્ચનો લાભ લીધેલ. ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જસરાજજી મ. સા., પૂ. ધીરજમુનિ મ. સા. એ ગુણાંજલિ અર્પણ કરી હતી.


