છોટીકાશી જેવું ધર્મનગરીનું ઉપનામ ધરાવતાં જામનગર શહેરના આંગણે હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) પરિવાર દ્વારા વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયાગ મહોત્સવ અને આ વિષ્ણુગોપાલ મહાયાગના પ્રારંભ પછી જેમ-જેમ દિવસો આગળ વધતાં જાય છે તેમ તેમ હાલાર પ્રદેશ ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ દેશ-દેશાવરથી યજ્ઞનારાયણના દર્શન-પરિક્રમાનો લાભ લેવા આવનારા ભાવિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહયો છે.
શહેરની ભાગોળે જુની આર.ટી.ઓ.ચેક પોસ્ટ સામે લાલ પરિવારની વાડીની જગ્યા પર ઉભા કરાયેલા વિશાળ વલ્લભાચાર્યનગરમાં ઈંદોરના પદ્મભૂષણ યજ્ઞ સમ્રાટ પૂ.પા.ગો.ડો. ગોકુલોત્સવજી મહારાજ અને યજ્ઞ સમ્રાટ પૂ.પા.ગો.ડો. વ્રજોત્સવજી મહારાજની નિશ્રામાં ચાલી રહેલા યજ્ઞમાં વિધ્વાન પંડીતો દ્વારા સંસ્કૃત ભાષા શ્ર્લોકના ઉચ્ચારણો સાથે યજમાન લાલ પરિવાર અને યજ્ઞ કુંડ પર બેસનારા ભાવિકો દ્વારા શ્રધ્ધાભાવ સાથે યજ્ઞમાં આહુતી આપવામાં આવી રહી છે.
આ મહાધર્મોત્સવમાં તૃતિય દિવસે યજ્ઞના વિરામ પછી યમુનાજીનો ચુનરી મનારથ તેમજ ચતુર્થ દિવસે નંદ મહોત્સવ પલના મનોરથમાં પણ ભાવિકો ભક્તિભાવ સાથે જોડાયા હતાં. આ દિવસોમાં યજ્ઞનારાયણના દર્શન અને પરિક્રમા માટે આવનારા ભક્તજનોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. જેના પગલે યજ્ઞ શાળા પાસે પરિક્રમા માર્ગ પર માનવ કિડીયારૂં ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.
શહેરના આ સર્વપ્રથમ સોમયજ્ઞ અને વિષ્ણુગોપાલ યજ્ઞ દરમ્યાન આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી મહારાજ, બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરના ધર્મનિધિદાસજી મહારાજ, ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણીજી મહારાજ, મોટી હવેલીના પ.પૂ.ગો.વલ્લભ2ાયજી મહોદય, બેડીનાકા સ્થિત સ્વામિનારાયણ મંદિરના પૂ. ચર્તુભુજદાસજી મહારાજ પણ પધાર્યા હતા અને યજ્ઞના દર્શન કરવા સાથે આયોજક લાલ પરિવારના અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ સહિતના પરિવારજનોને આર્શિવચન પાઠવ્યા હતાં.
આ મહાકાર્યમાં યજ્ઞનારાયણના દર્શન માટે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માજીમંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, રાજકોટના અગ્રગણ્ય નીતિનભાઈ ભારાજ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હુકભા) જાડેજા, અગ્રણી બીલ્ડર તાજદીન હાલાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહેશભાઈ પતંગે, મધુભાઈ રાવલ, દિનેશભાઈ વ્યાસ, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, વિનોદભાઈ ભંડેરી, દીલીપભાઈ ભોજાણી, શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઈ ભાટુ, શહેર ભાજપના પૂર્વપ્રમુખો હસમુખભાઈ હિંડોચા, નિલેશભાઈ ઉદાણી, હિતેનભાઈ ભટ્ટ, અશોકભાઈ નંદા, મુકેશભાઈ દાસાણી, જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, મનપા શાસક પક્ષના નેતા આશીષ જોશી, આમ આદમી પાર્ટીના સ્થાનિક પ્રમુખ કરશનભાઈ કરમુર, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, ઉપરાંત પ્રજાક્યિ પ્રતિનિધિઓ તેમજ ઉધોગકારો-વેપારી અગ્રણીઓ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સામાજીક આગેવાનોએ પણ મોટી સંખ્યામાં યજ્ઞનારાયણના દર્શનનો લાભ લીધો હતો.