Monday, December 23, 2024
Homeરાજ્યહાલાર37 હજાર આહિરાણીઓના મહારાસને બિરદાવતા વડાપ્રધાન મોદી

37 હજાર આહિરાણીઓના મહારાસને બિરદાવતા વડાપ્રધાન મોદી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા ખાતે વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા દેવભૂમિના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દ્વારકા મંદિરના દર્શન – પૂજન બાદ વડાપ્રધાન દ્વારકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જાહેર સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ તેમના ઉદબોધનના પ્રારંભમાં આહિરાણીઓએ લીધેલા તેમના ઓવારણા બદલ તેમનો શ્રધ્ધાપૂર્વક, આદરપૂર્વક આભાર માન્યો હતો.

- Advertisement -

તેમણે દ્વારકા ખાતે તાજેતરમાં 37 હજાર આહિરાણીઓ દ્વારા કરવામાં આવેલા મહારાસને બિરદાવતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા 37 હજાર આહિરાણીઓએ કરેલા મહારાસનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે લોકો મને ગર્વથી કહેતા કે 37 હજાર આહિરાણીઓએ દ્વારકામાં મહારાસ કર્યો. ત્યારે હું તેમને કહેતો કે, તમને આહિરાણીઓએ કરેલો ગરબો દેખાયો પણ આ આહિરાણીઓએ પહેરેલું સોનું ના દેખાયું ? આ આહિરાણીઓએ ઓછામાં ઓછું 25 હજાર કિલો સોનું પહેરીને ગરબા કર્યા હતા. આજે હું આ તમામ આહીરાણીઓને નમન કરું છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular