જામનગર શહેરમાં રહેતી યુવતીને બિભત્સ ઈશારાઓ કરતા શખ્સે યુવતીના મકાનમાં પ્રવેશ કરી ન્હાતી હતી તે દરમિયાન બાથરૂમની બારીઓમાંથી ફોટા પાડતા સમયે યુવતીનો ભાઈ જોઇ જતા શખ્સ નાશી ગયો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં યુવાનની પુત્રી અવાર-નવાર ઘરની બહાર નિકળતી હતી ત્યારે બાઈનીવાડી વિસ્તારમાં રહેતા વિજય દાના પરમાર નામનો શખ્સ બિભત્સ ઈશારાઓ કરતો હતો. દરમિયાન યુવતી તેણીના ઘરે બાથરૂમમાં સ્નાન કરતી હતી તે દરમિયાન વિજય દાના પરમાર નામના શખ્સે યુવતીના મકાનમાં પ્રવેશ કરી બાથરૂમની બારીમાંથી યુવતીના ફોટાઓ પાડતો હતો. જો કે, તે જ સમયે યુવતીનો ભાઈ વિજયને જોઇ જતા વિજય છત પરથી નાશી ગયો હતો. ત્યારબાદ આ બનાવ અંગે યુવતીના પિતા દ્વારા વિજય દાના પરમાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ પી ડી બુડાસણા તથા સ્ટાફે વિજયની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.