શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્યએ જામનગરના આંગણે થઈ રહેલી પ.પુ.જીગ્નેશદાદા (રાધે-રાધે) ની ભાગવત કથાના વકતા, શ્રોતા અને આયોજકોને શુભાષિશ આપ્યા હતાં.
કહેવાય છે કે, કોઇપણ સદકાર્ય કરવું અથવા તો સદકાર્ય કરવાનો વિચાર આવવા માટે પણ ભગવાનના આશિર્વાદ છે. ભાગવત રૂપી ગંગાને સહારે લોકો આ સંસારરૂપી સાગરમાં તરી જાય છે. ત્યારે છોટીકાશીના આંગણે સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રીકૃષ્ણમિત્ર મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે ત્યારે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય પુજય સદાનંદ સરસ્વતિજીએ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું મહત્વ સમજાવતા કહ્યું કે, સંસારના સાગરને પાર કરવા શ્રીમદ્ ભાગવત એ ઉત્તમ સાધન છે. અને કળિયુગમાં ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર સાધન શ્રીમદ્ ભાગવત કથા છે. ભગવાનના ભકતોના કલ્યાણનું પૂરાણ એટલે કે શ્રીમદ્ ભાગવત છે. ત્યારે છોટીકાશીના આંગણે યોજાનાર આ કથાના યજમાન પરિવારો, જલ્સા ગુ્રપ એકઝયુકયુટીવ કમિટી, વકતા તેમજ શ્રોતાઓને શુભાશિષ આપ્યા હતાં.