ભારતીય મહિલાઓ કરકસર કરીને ઘર ચલાવવા માટે કુશળ હોય છે. ત્યારે દરેક સ્ત્રીની વાત કરીએ તો લગભગ દરેકે શાકભાજીની ખરીદી કરતી વખતે ઉપર ફ્રીમાં કોથમરી તો જરૂરથી લીધી જ હશે. હાલના ડીજીટલ યુગમાં ઓનલાઈન શાકભાજી ખરીદી પણ થતી હોય છે. ત્યારે મુંબઇના અંકિતે એકસ પર પોસ્ટ શેર કરી જેમાં તેને કહ્યું કે, કેવી રીતે તેની માતાને માઈનોર હાર્ટ એટેક આવતા આવતા રહી ગયો. જ્યારે તેને ખબર પડી કે Blinkit પરથી શાકભાજી ખરીદી સમયે ફ્રીમાં કોથમરી નથી મળતી પરંતુ તેના માટે પૈસા ચૂકવવા પડે છે. ત્યારે અંકિતની માતા એ એક સુજાવ આપ્યો કે, અમુક માત્રામાં શાકભાજી ખરીદનારાઓને મફતમાં કોથમરી આપવી જોઇએ. ત્યારે તેની આ સલાહને કટલાંય લોકોએ વખાણી અને તેની સલાહ સાથે સહમતિ બતાવી ત્યારે Blinkit ના સીઈઓ અલબીંદર ઢીંઢસાએ પણ તેમના આ સુજાવને સ્વીકારીને એક નવું અપડેટ આપ્યું. તેમની આ વાયરલ પોસ્ટને લાખો વ્યુઅરે વખાણી છે અને સીઈઓ એ પણ કહ્યું કે, અંકિતની માતાને સૌએ ધન્યવાદ કરવા જોઇએ.
It’s live! Everyone please thank Ankit’s mom 💛
We will polish the feature in next couple of weeks. https://t.co/jYm2hGm67a pic.twitter.com/5uiyCmSER6
— Albinder Dhindsa (@albinder) May 15, 2024