જામનગર તાલુકાના હાપામાં પત્નીને સારવાર માટે આપેલા રૂપિયા પતિએ ફોન દ્વારા ટ્રાન્સફર કરવાનું કહ્યા બાદ પતિને ફોન ન આપતી પત્ની ઉપર શંકા – વહેમ રાખી ફડાકા ઝીંકી ઢસડીને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર-9 માં શ્યામ રેસીડેન્સીમાં રહેતાં શ્રુતિબેન કુલદિપસિંહ ગઢવી નામની મહિલાને તેણીની સારવાર માટે પતિ કુલદિપસિંહ એ રૂપિયા આપ્યા હતાં. જે રૂપિયા પતિ કુલદિપસિંહએ ધુળેટીના દિવસે ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું અને પત્નીનો મોબાઇલ માગતા પત્નીએ રૂપિયા ટ્રાન્સફર કરી આપું છું તેવું કહી ફોન ન આપતા ઉશ્કેરાયેલા પતિ કુલદિપસિંહએ પત્ની ઉપર શંકા અને મોબાઇલ ફોન ઝુંટવા લાગતા પત્નીએ મોબાઇલ આપ્યો ન હતો. જેથી પતિએ પત્નીને ફડાકા ઝીંકી ઢસડીને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. પતિ દ્વારા કરાયેલા હુમલામાં પત્નીએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.