Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરબાલાચડી સૈનિક સ્કૂલના બેન્ડ માસ્તર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા

બાલાચડી સૈનિક સ્કૂલના બેન્ડ માસ્તર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા

પાંચ દિવસ દરમિયાન બે વિદ્યાર્થીઓ સાથે અડપલાં : મારવાની ધમકી આપી બિભત્સ વાણી-વિલાસ : સ્કૂલના પ્રિન્સીપાલ દ્વારા આખરે પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર નજીક આવેલી બાલાચડી સૈનિક સ્કૂલમાં બે વિદ્યાર્થી બાળકો સાથે સ્કૂલના બેન્ડમાસ્તર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ શારીરિક અડપલા કર્યાની ઘટનામાં પ્રિન્સીપાલ દ્વારા વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગર નજીક આવેલી બાલાચડી સૈનિક સ્કૂલનું નામ દેશભરમાં પ્રખ્યાત છે. આ સ્કૂલમાં ગુજરાત તથા દેશભરમાંથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે તેવા આ દેશભરમાં પ્રખ્યાત બનેલી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતાં બે બાળકો સાથે સ્કૂલમાં બેન્ડ માસ્તર તરીકે ફરજ બજાવતા પવનકુમાર જગદીશકુમાર ડાંગી (રહે. જોતપુર-રાજસ્થાન) નામના કર્મચારીએ 12 વર્ષની ઉંમરના બે વિદ્યાર્થીઓ સાથે ગત તા. 7 મે ના રાત્રિના 9 વાગ્યાથી તા.12 મે વહેલીસવારના 6 વાગ્યા સુધીના સમય દરમિયાન શારીરિક અડપલા કર્યા હતાં અને ત્યારબાદ બંને વિદ્યાર્થીઓને આ બાબતની જાણ કરશો તો મારીશ તેવી ધમકી આપી હતી. અને બિભત્સ વાણી વિલાસ આચર્યો હતો. જો કે, બેન્ડ માસ્તરના ત્રાસથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આખરે તેમના પરિવારજનોને જાણ કરી હતી અને બાદમાં પ્રિન્સીપાલને આ અંગેની જાણ કરાતા આખરે સૈનિક સ્કૂલના પ્રિન્સીપાલ શ્રેયસ નિતિનભાઈ મહેતા દ્વારા જોડિયા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામા આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે બેન્ડ માસ્તર વિરૂધ્ધ ગુનો નોધી તપાસ આરભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular