Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયામાં રેસીંગ બાઈકના શોખીન લવરમુછીયાઓએ બાઈક ચોરી

ખંભાળિયામાં રેસીંગ બાઈકના શોખીન લવરમુછીયાઓએ બાઈક ચોરી

કલ્યાણપુર ગામમાં ગાગા ગામમાં ધાર્મિક કાર્યક્રમમાંથી બાઈકની ઉઠાંતરી : એલસીબીએ બંને તસ્કરોને દબોચ્યા

- Advertisement -

ખંભાળિયા પંથકમાં રહેતા બે યુવાનોને રેસિંગ બાઈકનો શોખ લાગતા તેઓએ થોડા દિવસ પૂર્વે કરેલી બાઈક ચોરી પ્રકરણમાં એલસીબી પોલીસે ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના બંને આરોપીઓને દબોચી લીધા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લામાં બાઈક ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા આ અંગે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી કામગીરી કરવામાં આવી હતી. જેને સંદર્ભે એલ.સી.બી. સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા સંધી સાદિક સલીમ ભટ્ટી (ઉ.વ. 19) અને હુસેન અકબર ગંઢાર (ઉ.વ. 20) નામના બે શખ્સોને દબોચી લઇ અને તેઓની આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સો દ્વારા થોડા દિવસ પૂર્વે કલ્યાણપુર તાલુકાના ગાગા ગામેથી એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પાર્ક કરવામાં આવેલા એક મોટરસાયકલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

આ બાઈકની ચોરી કરીને આરોપીઓ દ્વારા તેના તમામ સ્પેરપાર્ટ અલગ કરી દેવામાં આવ્યા હતા. બંને આરોપીઓ મોટરસાયકલની રેસિંગના શોખ ધરાવતા હોય, તેથી તેઓએ ગાગા ગામેથી ઉપરોક્ત વાહનની ચોરી કરી, તેના સ્પેરપાર્ટ અલગ અલગ કરી અને રેસિંગ બાઈક મોડીફાઇડ કરી અને તે મોડીફાઇડ બાઈકનો રેસિંગમાં ઉપયોગ કરવાનો હોવા અંગેની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી.

- Advertisement -

આ પ્રકરણમાં પોલીસે બાઈકના રૂ. 15,000 ની કિંમતના સ્પેરપાર્ટ તેમજ રૂપિયા 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂ. 20,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરોક્ત બંને આરોપીઓનો કબજો વાડીનાર પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, અરજણભાઈ ચંદ્રવાડીયા, સજુભા જાડેજા, જયદેવસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, ડાડુભાઈ જોગલ, સચિનભાઈ નકુમ, કૃપાલસિંહ ચૌહાણ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular