Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરબ્યુટીફિકેશનવાળા તળાવમાં ન્હાવા પડેલા નેપાળી તરૂણનું ડૂબી જતા મોત

બ્યુટીફિકેશનવાળા તળાવમાં ન્હાવા પડેલા નેપાળી તરૂણનું ડૂબી જતા મોત

ફાયર ટીમે શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢયો : સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો : મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી

જામનગર શહેરના રણમલ તળાવ ભાગ-2માં બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. આ સ્થળે ગઈકાલે સાંજે તળાવમાં ન્હાવા પડેલા નેપાળી તરૂણનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણમલ તળાવમાં બીજા ભાગનું બ્યુટીફિકેશન ચાલી રહ્યું છે અને આ બ્યુટીફિકેશન વાળા તળાવમાં ગઈકાલે સાંજે બ્યુટીફિકેશનવાળા તળાવમાં ન્હાવા પડેલા તરૂણ ન્હાવા પડયો હતો તે દરમિયાન તરૂણ કોઇ કારણસર તળાવના પાણીમાં ડૂબી ગયો હતો. લાપતા થયેલા તરૂણની શોધખોળ કરવા છતાં પતો ન લાગતા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. જેના આધારે ફાયર ટીમે મોડીરાત્રીના સમયે તળાવના પાણીમાં શોધખોળ હાથ ધરાતા તરૂણનોમૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પીઆઈ નિકુલસિંહ ચાવડા તથા સ્ટાફ સ્થળ પર દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular