Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગર‘એકને ગોળ, એકને ખોળ’ નીતિ બંધ કરવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર

‘એકને ગોળ, એકને ખોળ’ નીતિ બંધ કરવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર

- Advertisement -

જામનગર કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામાના ભંગમાં કોંગ્રેસ સામે જે રીતે કાર્યવાહી થાય છે તે રીતે ભાજપા સામે પણ કાર્યવાહી કરવા જામનગર શહેર કોંગે્રસ સમિતિ દ્વારા આજે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામાનો કોઇપણ વ્યક્તિ ભંગ કરે તો તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. આ જાહેરનામા ભંગમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકશાહી રીતે કાર્યક્રમ કરવામં આવે તો જાહેરનામા ભંગ અથવા તો અન્ય કાયદા હેઠળ કલમ લગાવીને ફીટ કરી દેવામાં આવે છે. ત્યારે શુક્રવારે લાલબંગલા સર્કલ ખાતે ભાજપા દ્વારા રાહુલ ગાંધી વિરૂધ્ધ કાર્યક્રમમાં રાહુલ ગાંધીના પુતળુ સળગાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ મૃકપ્રેક્ષકની જેમ જોતી રહી હતી. અને ભાજપા દ્વારા રાહુલ ગાંધી વિરૂધ્ધ જાહેરમાં ખરાબ વાણીવિલાસ કરવામાં આવી રહ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસે કોંગે્રસ સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે જ રીતે ભાજપા સામે પણ કાર્યવાહી કરવી જોઇએ અને ‘એકને ગોળ, એકને ખોળ’ ની નીતિ બંધ કરી ભાજપાના કાર્યકરો વિરૂધ્ધ કાયદેસરની ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે આજે જામનગર શહેર (જિલ્લા કોંગ્રેસ સમિત્તિ) પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાના નેજા હેઠળ રંજનબેન ગજરા, વિપક્ષી નેતા ધવલ નંદા, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી, નુરમામદ પલેજા તથા સુભાષભાઈ ગુજરાતી સહિતના કાર્યકર્તાઓે દ્વારા રેલી યોજી ભાજપા વિરોધી સૂત્રોચ્ચાર કરી પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular