જામનગર તાલુકાના નાઘેડી ગામમાં લહેર તળાવ પાસે યુવાન ઉપર ત્રણ શખ્સોએ પૂછયા વગર પાડો લઇ જવાની બાબતે ધોકા વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં લહેર તળાવ પાસે રહેતાં લખરાજ છગનભાઈ સુમાત નામના યુવાનનો પાડો પૂછયા વગર લઇ જતા શખ્સને મને પૂછયા વગર પાડો કેમ લઇ ગયા ? તેમ કહેતા બહાદુર જેમલ સુમાત, જુગ જેમલ સુમાત અને કલા જેમલ સુમાત નામના ત્રણ ભાઈઓએ એકસંપ કરી લખરાજ ઉપર લાકડાના ધોકા વડે ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.