Friday, January 24, 2025
Homeરાજ્યહાલારધ્રોલના સોયલ ગામના બસ સ્ટેન્ડમાં તબિયત લથડતા વૃધ્ધનું મોત

ધ્રોલના સોયલ ગામના બસ સ્ટેન્ડમાં તબિયત લથડતા વૃધ્ધનું મોત

- Advertisement -

ધ્રોલ તાલુકાના સોયલ ગામના બસ સ્ટેન્ડમાં શ્ર્વાસની તકલીફ થવાથી બેશુદ્ધ થઈ જતાં વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોેએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ રાજકોટના ઉપલેટામાં કોળીવાળા વિસ્તારમાં રહેતાં રમેશગીરી લક્ષ્મણગીરી મેઘનાથી (ઉ.વ.70) નામના વૃધ્ધને છેલ્લાં ઘણાં સમયથી શ્ર્વાસની તકલીફ હતી અને ટીબીની બીમારીથી પીડાતા હતાં દરમિયાન વૃધ્ધ ગઈકાલે સાંજના સમયે ધ્રોલ તાલુકાના સોયલ ગામના બસ સ્ટેન્ડમાં હતાં તે દરમિયાન એકાએક તબિયત લથડતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે નિલેશગીરી દ્વારા જાણ કરાતા હેકો કે.ડી.કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular