પંચેશ્વર ટાવર પાસે આવેલ શાલિગ્રામ એપાર્ટમેન્ટ ખાતે તા. 7ના રોજ મળેલ ડિનર મિટિંગમાં જામનગર મહાનગરપાલિકાના ચેરમેન અને જૈન યુવા અગ્રણી નિલેશભાઇ કગથરા, ઉપધાન તપની ઉગ્રી તપસ્યા કરનાર દિપાબેન ઝવેરી તથા આધ્યાત્મિક પુસ્તકના લેખક જીતુભાઇ ઝવેરીનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં દરેકનું શાલ, શ્રીફળ અને હારતોરાથી સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટે. કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરાએ પોતાના ઉદ્બોધનમાં જણાવેલ કે, તેઓ પોતાના વિસ્તારના દરેક મતદાર માટે ચોવીસ કલાક હાજર છે અને કોઇપણ વ્યક્તિ તેમને કામ માટે કોઇપણ સમયે સંપર્ક કરી શકે છે. તેમના મતો થકી જ પોતે આજે આ હોદ્ા પર છે. તેથી તેમનું કોઇપણ કામ કરીને તેઓ પોતાને ધન્ય માને છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સુનિલભાઇ મહેતાની આગેવાની નીચે કારોબારીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારસ મકીમએ કર્યું હતું.