જામનગર શહેરમાં 225મી જલારામ જયંતી નિમિત્તે જલારામ જયંતી મહોત્સવ સમિતિના નેજા હેઠળ આયોજિત રઘુવંશી સમાજના સમૂહ ભોજન (નાત) નું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારી ચાલી રહી છે. ગઈકાલે જલારામ જયંતી મહોત્સ્વ સમિતિના સ્થાપક સદસ્યો તેમજ નવનિયુકત સમિતિના સદસ્યો સહિતના દ્વારા તૈયારીની સમીક્ષા કરી હતી.
” છોટી કાશી ” જેવું ધર્મપારાયણ ઉપનામ ધરાવતા જામનગર શહેરના આંગણે શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ 225મી જલારામ જયંતિ અવસરની ઉજવણી અંતર્ગત યોજાતા સમસ્ત લોહાણા સમાજના જ્ઞાતિ સમૂહ ભોજન(નાત) સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
સંતશિરોમણી પ.પૂ. જલારામબાપાની 225મી જલારામ જયંતિની ઉજવણી પ્રસંગે લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન(નાત) સહિતના કાર્યક્રમોની તૈયારીઓ શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ સહિત રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુભાઈ પટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનીષભાઈ તન્નાના નેજા હેઠળ નવનિયુક્ત જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો સૌરભડી. બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલીયા, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢીયા દ્વારા ઉત્સાહભેર “જલારામનગર’, એમ.પી.શાહ કોમર્સ કોલેજના મેદાન પર પૂરજોશમાં ચાલી રહી છે.
વધુમાં દરેક જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી કે જલારામ જયંતિના દિવસે સમૂહ ભોજન સ્થળે ખાસ ઈ-કેવાયસી કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જેને ઈ-કેવાયસી અપલોડ કરાવવાના હોય તેઓએ તેમના આધારકાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ અસલ તથા એક ઝેરોક્ષ તેમજ રજીસ્ટડ મોબાઈલ નંબર સાથે રાખી આ કેમ્પમાં ભાગ લઈ શકશે.