Thursday, November 21, 2024
Homeરાજ્યગુજરાતપ્રથમ નોરતે નવદુર્ગાના ક્યાં સ્વરૂપની પૂજા કરવી જોઇએ???

પ્રથમ નોરતે નવદુર્ગાના ક્યાં સ્વરૂપની પૂજા કરવી જોઇએ???

- Advertisement -

નવલા નોરતામાં માઁ નવદુર્ગાની પૂજા અને આરાધનાનું ખૂબ મહત્વ જોવા મળે છે. નવ-નવ નોરતામાં નવદુર્ગાના અલગ અલગ સ્વરુપની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે પ્રથમ નોરતામાં નવદુર્ગાના પ્રથમ સ્વરુપ શૈલપુત્રીની પૂજા-અર્ચના કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

- Advertisement -

શૈલપુત્રી એટલે જ શૈલરાજ હિમાલયની પુત્રી, દેવી પાર્વતી, દેવી શૈલપુત્રી અને વૃષભવાહિનીના નામે ઓળખાય છે. જેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ ધારણ કરેલ છે. દેવીની પૂજામાં તેમને સફેદ કરેણ કે જાસુદનું પૂષ્પ અર્પણ કરવું અને નૈવેધમાં ઘી પ્રિય હોય. ગાયના ઘીથી બનેલી મીઠાઇ ધરાવવી, જ્યારે ફળમાં માતાને દાડમ પ્રિય છે અને પૂજા સમયે સાધકે શ્ર્વેત વસ્ત્ર ધારણ કરવા જોઇએ.

નવરાત્રિ દરમિયાન આસ્થા સાથે માઁ શૈલપુત્રીનું પૂજન કરી મંત્ર અનુષ્ઠાન કરી તેના ઘરમાં ધન, ધાન્ય અને સમૃધ્ધિની વૃધ્ધિ થાય છે. સંતાન પ્રાપ્તિની મનશા પરિપૂર્ણ થાય છે. જ્યારે ચંદ્રદોષથી પીડીત વ્યક્તિને માતા શૈલપુત્રીની ઉપાસનાથી રાહત મળે છે. તેવી માન્યતાઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular