Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં કચરાને રિસાયકલ કરવા મટીરીયલ રિકવરી ફેસિલીટી સેન્ટરની સુવિધા પ્રાપ્ય બની

ખંભાળિયામાં કચરાને રિસાયકલ કરવા મટીરીયલ રિકવરી ફેસિલીટી સેન્ટરની સુવિધા પ્રાપ્ય બની

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકાની સુમરા તરઘડી ખાતે આવેલ વર્મીકમ્પોષ્ટ સાઈટ ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાંથી એકત્રીત થતો કચરાને અલગ કરી અને તેને રીસાયકલ તથા પુન: ઉપયોગ કરી શકાય તે માટે આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે ખંભાળિયા-ભાણવડના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી નાયરા એનર્જી દ્વારા પી.પી.પી. મોડમાં અંદાજે રૂપિયા 80 લાખના ખર્ચે બનાવવામાં આવેલા મટીરીયલ રીકવરી ફેસીલીટી (એમ.આર.એફ.) સેન્ટર ખાતે તાજેતરમાં નયારા એનર્જીના ઈન્ડીપેન્ડન્ટ ડાયરેકટર નૈના લાલ કીડવાઈ દિલ્હીથી આવ્યા હતા. તેમની સાથે નયારા એનર્જીના ગૌરીબે, દિપક અરોરા, અવિનાશજી તથા તેમના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, નગરપાલિકાનાં કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા તેમજ નગરપાલિકાના સદસ્યોની ટીમ દ્વારા મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નયારા એનર્જીના ઈન્ડીપેન્ડન્ટ ડાયરેકટર દ્વારા નગરપાલિકા સાથે પાર્ટનરશીપમાં થયેલી કામગીરી કામગીરી બાબતે સંતોષ વ્યકત કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ ટુંક સમયમાં જ કાર્યરત થશે જેથી શહેરને ઘણા બધા ફાયદાઓ થશે અને ભવિષ્યમાં પણ નગરપાલિકા સાથે સ્વચ્છ ભારત મિશનના પ્રોજેકટોમાં તથા અન્ય વિકાસનાં કામોમાં પાર્ટનરશીપમાં કામગીરી કરવા માટે હકારાત્મક અભીગમ દર્શાવી, સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી હતી. આ તમામ પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે પાર્ટનરશીપમાં અભિગમ દાખવવા બદલ નગરપાલિકાના બાંધકામ ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા સ્થળ પર નયારા એનર્જીની સમગ્ર ટીમનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular