Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતરાજય સરકારે બજેટમાં ગરીબ, યુવા, ખેડૂતો નારી શકિતના ઉત્કર્ષ પર ભાર મૂકયો...

રાજય સરકારે બજેટમાં ગરીબ, યુવા, ખેડૂતો નારી શકિતના ઉત્કર્ષ પર ભાર મૂકયો : જિલ્લા ભાજપ

રાજય સરકારના બજેટને આવકારી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી અને નાણાંમંત્રીનો આભાર માન્યો

- Advertisement -

ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું એવું 3.32 લાખ કરોડની માતબર રકમનું બજેટ રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યુ હતું. છે જે દેશના અમૃતકાળમાં રાજય માટે ઐતિહાસિક કહી શકાય તેવું બજેટ હોવાનું નિષ્ણાતો જણાવી રહેલ છે. ભાજપ સરકારના સૌનો સાથ – સૌનો વિકાસ’ ના મંત્રને દોહરાવી રાજય સરકારે ગરીબ, યુવા, અન્નદાતા (ખેડૂતો), નારીશકિતના ઉત્કર્ષ પર વિશેષ ભાર મુકવા ઉપરાંત તમામ બાબતોને મહત્વ આપવામાં આવેલ હોવાનું જિલ્લા ભાજપની અખબારી યાદીમાં જણાવાયું છે.

- Advertisement -

સુપોપીત ગુજરાત મિશનની જાહેરાત થકી બાળકો, કિશોરીઓ અને મહિલાઓનું પોષણ આ બજેટમાં સુનિશ્ર્ચિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર કરવા માટે 1550 કરોડની માતબર જોગવાઈ, જન-જન પ્રિય એવી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકારી હોસ્પિટલોમાં 10 લાખની મફત સારવાર માટે 3110 કરોડની જોગવાઈ તથા શહેરી વિકાસમાં માળખાકીય સુવિધા વધારવા 8634 કરોડની જોગવાઈ, સોલાર રૂફટોફ યોજનામાં ગ્રાહકોને 993 કરોડની જોગવાઈ, ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રીંકલર વસાવવા માટે ગ્રીન રીવોલ્યુશન કંપની હેઠળ રૂા. 2500 કરોડની જોગવાઈ, 11 લાખ જેટલા વૃધ્ધ અને નિરાધાર પેન્શન ધારકો માટે રૂ. 1398 કરોડની જોગવાઈ, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નર્મા સરસ્વતી યોજના હેઠળ રૂા. 400 કરોડ, સરકારી અને બીનસરકારી બન્ને પ્રકારની માધ્યમિક થી ઉપર અભ્યાસ કરતી દિકરીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ રૂા. 1250 કરોડની જોગવાઈ, વિશેષમાં ખેડૂતોને દિવસે વિજળી આપવા માટે કિશાન સુર્યોદય યોજના માં 1570 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ વિકાસ માટે 6885 કરોડ ની માતબર જોગવાઈઓ આવેલ હોવા છતાં કોઈપણ પ્રકારના નવા કરવેરા વગરનું આ બજેટ ખરેખર આવકારદાયક છે.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પ્રભારી મૂળુભાઈ બેરા, સાંસદ પુનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ મયર્બન ગરચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, ડો. પી. બી. વસોયા, સુર્યકાંતભાઈ મઢવી, પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, લોકસભા સંયોજક ડો. વિનોદ ભંડેરીએ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ’ફાઈવ જી ગુજરાત’ એટલે કે ગરવી ગુજરાત, ગુણવંતી ગુજરાત, ગ્રીન ગુજરાત, ગતીશીલ ગુજરાત, ગ્લોબલ ગુજરાતની સંકલ્પનાને વાસ્તવીક રૂપ તરફ લઈ જતું બજેટ

- Advertisement -

આપવા નાણામંત્રી કનુભાઈ દેસાઈને અભિનંદન પાઠવી આભાર વ્યકત કરતા એક અખબારી યાદીમાં જણાવેલ છે કે તમામ વર્ગોને સમર્પિત અને અર્થવ્યવસ્થાને ઉત્કૃષ્ઠ બનાવવાના અભિગમ સાથે વિકસીત ભારત માટે ગુજરાતની દિશા નકકી કરી, 7 કરોડ ગુજરાતીઓના સંકલ્પોને સાકાર કરવા વિકસીત ભારતમાં ગુજરાતનો સિંહફાળો રહે તે પ્રકારના બજેટ માટે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા તેમજ રાજય સરકાર તેમજ પ્રદેશ નેતૃત્વનો આભાર માન્યો હોવાનું મિડીયા સેલ ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular