જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી જામનગર, આશાપુરા મિત્ર મંડળ મચ્છરનગર, સ્વ. જાલમસિંહ મેપજી બાપુ પરમાર મુળ મુંજપર (પરમારનુ) તથા લાયન્સ કલબ ઓફ જામનગર કર્મચારીનગર અને જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના સહયોગથી દર રવિવારે જરૂરીયાતમંદોને એક રૂપિયામાં રાજમા ચાવલ જમાડવામાં આવે છે જે 21મા રવિવારે રાજમા ચાવલ સાથે મગજના લાડુનું ભોજન અપાયું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, મયુરધ્વજસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ પરમાર, વજુભા જાડેજા, હરીસિંહ ગોહિલ, રઘુભા કંચવા, નિલેશભાઈ ઉદાણી, અપારનાથીભાઈ, વસનાણીભાઈ, રઘુભા રાણા, જગતસિંહ ઝાલા, તખુભા રાઠોડ વગેરે એ ઉપસ્થિત રહ્યાં હતાં.