પૂજય જલારામ બાપા વિશે સુરતના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિ દ્વારા કરાયેલ વિવાદિત નિવેદનને લઇ સ્વામિ વિરપુર જલારામ મંદિરે જઇ માફી માંગશે આ ઉપરાંત સમગ્ર મામલે સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ પણ ખુલાશો આપશે તેમ જામનગરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ એ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુરતના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા પુજય જલારામ બાપા અંગે વિવાદાસ્પદ નિવેદન કરાયું હતું. જેને લઈ રઘુવંશી સમાજમાં રોષની લાગણી છવાઈ હતી. આ બાબતે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા જામનગરમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જીતુભાઇ લાલ જણાવ્યું હતું કે, ‘પરમ પૂજય સંતશ્રી જલારામ બાપાના ભકતો માત્ર રઘુવંશી લોહાણા જ નથી પરંતુ, અનેક જ્ઞાતિના લોકો જલારામ બાપાના ભકતો છે અને દેશ વિદેશમાંથી બહુ મોટી સંખ્યામાં જલારામ બાપાના ભકતો છે ત્યારે જલારામ બાપાના મંદિર વિરપુરે વર્ષોથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ચાલુ છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સુરતના મહંત જ્ઞાન પ્રકાશસ્વામિએ જલારામ બાપા વિશે અશોભનિય વાતો રજૂ કરી અને જે વાત એમણે પુસ્તકમાં વાંચી અને મૂકી એમાં અમો અખિલ ગુજરાત લોહાણા સમાજ એટલે કે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ અને સર્વભકતો ખૂબ નારાજ થયેલા જેના અનુસંધાને સોમવારથી રાજ્યમાં અને દેશ-વિદેશમાં આનો વિરોધ થવા લાગ્યો છે એવા સમયે અમે ગુજરાત લોહાણા સમાજના હોદ્ેદાર તારાલાથી યોગેશભાઈને વિરપુર મુકામે મોકલ્યા હતાં અને જલારામ બાપાની જગ્યા વિરપુરની પણ લાગણી એવી છે કે જલારામ એ ભુખ્યાને અન્ન આપે છે અને લોકોને માફ કરવાની એમની ઓળખ છે. સમગ્ર જલારામ ભકતો અને રઘુવંશી સમાજના વિરોધને ધ્યાને લઇ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામિ સાથે પણ પ્રતિનિધિ યોગેશભાઈની વાત થઈ હતી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામિ વિરમુર જલારામ મંદિર ખાતે આવી માફી પણ માગશે વડતાલ સ્વામિ નારાયણ સંપ્રદાય ટેમ્પલ બોર્ડના વડા પણ આ સમગ્ર મામલે ખુલાશો કરશે. અને ભવિષ્યમાં આવી કોઇ બાબત ન બને તેનું પણ ધ્યાન રખાય તેમ વધુમાં જીતુભાઇ લાલ એ જણાવ્યું હતું.
જીતુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વામિજી જ્યારે વિરપુર ખાતે જલારામ મંદિરે માફી માંગવા આવવાના છે ત્યારે હવે આ બાબતે કોઇ લડત રહેતી નથી. બે દિવસ માટે વિરપુર બંધનો નિર્ણય લેવાયો હતો પરંતુ જગ્યા તરફથી એવો આદેશ થયો છે કે આ બંધ ન રાખવું જોઇએ. અને બંધ પણ ખુલ્લી જઈ રહયું છે. આ પત્રકાર પરિષદમાં જીતુભાઈ લાલની સાથે રમેશભાઈ દત્તાણી પણ ઉપસ્થિત રહ્યા હતાં.


