- Advertisement -
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં દિલ્હી વિધાનસભાના સત્ર દરમિયાન “ધ કાશ્મીર ફાઇલ” ફિલ્મ વિશે ભાજપ પર બેબુનિયાદ મનાતા આક્ષેપો કરી, વિરોધી નિવેદન આપતા દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ અને ખંભાળિયા શહેર યુવા ભાજપ દ્વારા હિન્દુ વિરોધી મનાતા કેજરીવાલના પૂતળાને લાતો મારી, પૂતળાનું દહન કરવામાં આવ્યું. જે અંતર્ગત પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર યુવા ભાજપ પ્રમુખ મોહિત પંડ્યા, મહામંત્રી રાજ પાબારી, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, જગુભાઈ રાયચુરા, નાથુભાઈ વાનરીયા, દિલીપભાઈ ઘઘડા, ભીખુભા જેઠવા, મોહિત મોટાણી, કર્મ ઢેબર, કિશોરભાઈ નકુમ, રાણાભાઈ ગઢવી, જયેશભાઈ ગોકાણી, કિરીટસિંહ વાઘેલા, પ્રતાપભાઈ દતાણી, અશોકભાઈ કાનાણી, નિકુંજ વ્યાસ, ભવ્ય ગોકાણી, કિશન ગોહેલ, શક્તિ ગઢવી, આશિષ નકુમ, હર્ષ ચોપડા, ભાવિન છનુરા, ઋષિ ખેતીયા, મિલન વારીયા, લખુભાઈ ચાવડા, પ્રવીણ જામજોડ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -