Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયઉનાળાના આકારા તાપમાં સનગ્લાસ ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખજો

ઉનાળાના આકારા તાપમાં સનગ્લાસ ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખજો

- Advertisement -

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે જેમ જેમ દિવસો જશે તેમ ગરમી પણ વધશે. હાલના આ દિવસોમાં રાજ્યમાં હિટવેવની આગાહી છે ત્યારે લોકો ગરમીમાં આકરા તાપથી બચવા માટે સનગ્લાસની ખરીદી કરતા હોય છે. ત્યારે કઈ કઇ બાબતો પર ધ્યાન રાખીને સનગ્લાસ ખરીદવા જોઇએ તે જોઇએ…

- Advertisement -

સામાન્ય રીતે આકરા તાપમાં લોકો સનગ્લાસ પહેરતા જોવા મળે છે. જેથી સુર્યકિરણો આંખ પર ના પડે અને સારી રીતે તડકામાં જોઇ શકાય. માર્કેટમાં હાલ કેટલી બધી પ્રકારના સનગ્લાસ મળે છે સમયની સાથે સાથે સનગ્લાસ એક ફેશન ટ્રેન્ડ પણ બની ગયા છે. ત્યારે લોકો બજારમાં મળતા પોતાને ગમતી ડીઝાઈનના કોઇપણ ડાર્ક કલરના સનગ્લાસ ખરીદી લેતા હોય છે. પરંતુ તેવું ના કરવું જોઇએ. અમેરિકન એકેડમી ઓફ ઓપ્થલ્મોલોજી અનુસાર સનગ્લાસ ખરીદતા પહેલાં અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. કારણ કે સનગ્લાસ આપણે ફેશન માટે નહીં પરંતુ આપણી આંખોની સુરક્ષા માટે પહેરીયએ છીએ.

100% યુવી પ્રોટેકશન આપતા સનગ્લાસ ખરીદવા જોઇએ માર્કેટમાં કેટલાંક સનગલ્સા 400 એમ.એમ. સુધી યુવી બ્લોકીંગની ગેરેંટી આપે છે જે 100% યુવી પ્રોટેકટડ હોય છે.

- Advertisement -

ડાર્ક કલરને સનગ્લાસ સાથે કોઇ મતલબ નથી હોતો ઘણીવાર એવી માન્યતા હોય છે કે, ડાર્ક કલરના સનગ્લાસ પહેરવાથી આંખોની સુરક્ષા વધે છે. પરંતુ એવું કંઈ નથી ફકત 100% યુવી પ્રોટેકશન વાળા સનગ્લાસ જ આંખની સુરક્ષા કરી શકે છે.

પોલોરાઈઝ પેટર્ન પાણી અને રસ્તાની ચમકને ઓછી કરે છે. જે યુવી પ્રોટેકટ નથી આપતા પરંતુ પાણી રસ્તા પર રીફલેકટ થતી ચમકને ઓછી કરે છે.

- Advertisement -

સનગ્લાસની કવોલિટી ચેક કરવા તે પહેરીને જોવું જોઇએ કે તેનાથી જમીનની સપાટીમાં કોઇ ફેરફાર ઉંચી નીચી તો નથી લાગતી ને ? એક ગ્લાસ ડાર્ક કે એક લાઈટ પેટર્ન તો નથી ને ?

સનગ્લાસ ખરીદતા પહેલાં તેના કલર કરતા તેના યુવી પ્રોટેકશન કવોલિટી પર વધુ ધ્યાન દેવું જોઇએ. આમ, લોકો ઘણીવાર રસ્તા પર મળતા સસ્તા સનગ્લાસ ખરીદતા હોય છે. પરંતુ તે ફકત ડાર્ક કલરના પ્લાસ્ટિક સાથેના ગોગલ્સ હોય છે. તેનાથી આંખોનું કોઇ રક્ષણ થતું નથી. જેથી આંખોને પ્રોટેકટ કરે તેવા 100% યુવી પ્રોટેકશન વાળા સનગ્લાસ હંમેશા ખરીદવા જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular