જામનગર જીલ્લા ના કાલાવડ શહેરમાં આવેલ આઈટીઆઈ કેન્દ્રમાં દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં 100 જેટલા વિધાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ઉદ્યોગજગતમાં પોતાની જરૂરિયાત મુજબ સ્કિલક મેન પાવર મળે અને દરેક તાલીમાર્થી સ્વમાનભેર અને ગૌરવથી રોજગારી મેળવે એવો પ્રયત્ન કરયો છે. આ કાર્યક્રમમાં આનંદ એન્ટરપ્રાઇઝ શાપરના દામજીભાઈ અકબરી, ઓપેરા પોલીપેક મેટોડાના મહેશભાઈ તેમજ જામનગરના જે. ડી. પાંભર, સોશિયલ વર્કરએ એચ પટ્ટવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં. આ આગેવાનો દ્વારા તાલીમાર્થીઓને ભણ્યા પછી કઈ રીતે રોજગારી મેળવી તેની માહિતી આપવામાં આવી હતી અને પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી આગળ વધવુ તે જણાવ્યું હતું. દરેક ટ્રેડમાં અવ્વલ નંબરે આવેલા તાલીમાર્થીને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.