આસો વદ ચોથના દિવસે કરવાચોથની ઉજવણી કરવામાં આવે છે પતિના દિર્ઘાયુષ્ય માટે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે તેમજ શિવ કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ કરવામાં આવે છે. ગઇકાલે જામનગર શહેરમાં પણ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પતિના દિર્ઘાયુષ્ય માટે સમગ્ર દિવસ દરમિયાન વ્રત કર્યુ હતું. સાંજે ચંદ્રની પૂજા કરી હતી.
View this post on Instagram


