Saturday, January 10, 2026
Homeરાજ્યજૂનાગઢ મહાનગરપાલિકાનું વાહન દ્વારકાના શિવરાજપુરમાં ફરવા આવ્યું !

જૂનાગઢ મહાનગરપાલિકાનું વાહન દ્વારકાના શિવરાજપુરમાં ફરવા આવ્યું !

નટુભાઇ બોલ્યા, પાલિકાના કામ માટે ગયો હતો

જૂનાગઢ મનપાના પદાધિકારીની ગાડી જૂનાગઢથી છેક દેવભૂમિ દ્વારકા સુધી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ મનપામાં શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયાને મનપાએ ગાડી ફાળવી છે. જીજે 11જી 5050 નંબરની આ ગાડી દેવભૂમિ દ્વારકાના શિવરાજપુરમાં ફરતી જોવા મળી હતી જેને લઇને લોકોમાં ચર્ચા જાગી છે.

- Advertisement -

મનપાના પદાધિકારીઓ ગાડીનો બેફામ દુર ઉપયોગ કરી પ્રજાના ટેક્ષના નાણાંનો પેટ્રોલ, ડિઝલ પાછળ ધૂમાડો કરી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આ મામલે તપાસ થવી જોઇએ તેવી પણ માંગ થઇ રહી છે. દરમિયાન ગાડીઓ ક્યાં ફરે છે તેની જાણકારી ન મળે તે માટે જ ગાડીઓમાં જીપીએસ લગાડવામાં આવતું નથી તેવી ચર્ચાને પણ આ વાતથી સમર્થન મળી રહ્યું છે. નટુભાઇ પટોળિયાએ કહ્યું હતું કે, પાલિકાના કામ માટે જ ગાડી લઇને દ્વારકા ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular