Thursday, November 7, 2024
Homeરાજ્યજામનગરરેલવે સ્ટેશને બોમ્બ સ્કવોડ અને રેલવે પોલીસ દ્વારા સંયુકત ચેકિંગ

રેલવે સ્ટેશને બોમ્બ સ્કવોડ અને રેલવે પોલીસ દ્વારા સંયુકત ચેકિંગ

- Advertisement -

પ્રકાશપર્વ દિવાળીના તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જામનગર પોલીસ વિભાગ દ્વારા રેલવે સ્ટેશન ઉપર બોમ્બ સ્કવોર્ડ દ્વારા રેલવે પોલીસની સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાંથી તહેવારો દરમિયાન બહાર ગામ ફરવા જવાની સંખ્યામાં દિવસને દિવસે નોંધપાત્ર વધારો થતો જાય છે. આ મુસાફરી કરતા લોકો ટ્રેન, પ્લેન અને બસ તથા ખાનગી વાહનો મારફતે ટ્રાવેલિંગ કરે છે જે અનુસંધાને તહેવારોમાં ફરવા જવાના સ્થળો પર લાંબા ટ્રાફિક જામ થતા જોવા મળે છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે જામનગર રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular