કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને દક્ષિણ ભારતમાં ભારે સમર્થન મળી રહ્યું છે. શનિવારે, કર્ણાટકના રાયચુરના યેરાગેરા ગામથી યાત્રા ફરી શરૂ થઈ. તે શુક્રવારે સાંજે ફરી આંધ્રપ્રદેશથી કર્ણાટક પહોંચ્યા હતો. આ યાત્રા 23 ઓક્ટોબરે તેલંગાણામાં પ્રવેશ કરશે.
કોંગ્રેસની ક્ધયાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. તે કુલ 3570 કિલોમીટરનું અંતર કાપશે. અત્યાર સુધીમાં તેમણે 1215 કિલોમીટરની સફર પૂર્ણ કરી છે. 2355 કિમીનું અંતર કાપશે. તે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશને આવરી લે છે. આજે યાત્રાનો 45મો દિવસ છે. આંધ્રપ્રદેશમાં ત્રણ દિવસની યાત્રા કર્યા બાદ આ યાત્રા શુક્રવારે ફરી કર્ણાટક પહોંચી હતી. પદયાત્રીઓએ રાયચુરમાં રાત્રે આરામ કર્યો હતો.