Saturday, January 10, 2026
Homeરાજ્યહાલારજોડિયા હુન્નરશાળા સંચાલિત કન્યા વિદ્યાલયનું ધો. 12નું 98 % ઝળહળતું પરિણામ

જોડિયા હુન્નરશાળા સંચાલિત કન્યા વિદ્યાલયનું ધો. 12નું 98 % ઝળહળતું પરિણામ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2025માં લેવાયેલી એચ.એસ.સી. ધો 12ની પરીક્ષામાં જાણીતી સેવાભાવી, સામાજિક, મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા, જોડિયા સંચાલિત યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રેગ્યુલર 55 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી 54 વિદ્યાર્થીનીઓ ઊતીર્ણ થતા શાળાનું 98.18 % પરિણામ આવ્યું છે.

- Advertisement -

એ-2 ગ્રેડમાં બે વિદ્યાર્થિનીઓ, બી-1 ગ્રેડમાં તેર વિદ્યાર્થિનીઓ અને બી-2 ગ્રેડમાં અઢાર વિદ્યાર્થિનીઓ, સી-1 ગ્રેડમાં અઢાર અને સી-2 ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થિનીઓ ઊતીર્ણ થયેલ છે.

શાળામાં અભ્યાસ કરતી બગડા પૂજા સામતભાઈ 611 ગુણ મેળવી 96.72 પર્સન્ટાઈલ સાથે પ્રથમ, સન્ના આફિનાબાનુ અલીઅકબર 589 ગુણ મેળવી 93.67 પર્સન્ટાઈલ સાથે દ્વિતિય અને જેપાળ પાયલ ધનસુખભાઈ 546 ગુણ મેળવી 84.58 પર્સન્ટાઈલ સાથે તૃતીય ક્રમે આવેલ છે. સંસ્થાના ટ્રસ્ટીગણે શાળાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમા, શિક્ષકગણ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતાં. ઊતીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular