Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજોધપુર એઈમ્સના ડો. જીગીશનું યુવાવયે બીમારી સબબ નિધન

જોધપુર એઈમ્સના ડો. જીગીશનું યુવાવયે બીમારી સબબ નિધન

જામનગર સહિત હાલાર પંથકમાં તબીબી આલમમાં શોક

- Advertisement -

જામનગરના જાણીતા ન્યુરો સર્જન અને જોધપુર એઈમ્સમાં ફરજ બજાવતા જામનગરના પ્રતિભાવાન ડોકટરનું બીમારી બાદ અકાળે નિધન થતાં જામનગરના ડોકટરી વર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

- Advertisement -

જામનગર શહેરના જાણીતા ન્યુરો સર્જન અને હાલારમાં ન્યુરો સર્જન તરીકે આગવું નામ ધરાવતા ડોકટર અરવિંદ રૂપારેલીયાના પ્રતિભાવાન પુત્ર ડો. જીગીશનું બીમારી બાદ ગઈકાલે નિધન થતા હાલારના ડોકટરી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોધપુરની એઈમ્સ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવી સંખ્યાબધ્ધ સફળ સર્જરીઓ કરી લોકોને જીવનદાન આપનાર જીગીશનું માત્ર 34 વર્ષની યુવા વયે નિધન થતા જામનગરમાં શોક અને આઘાતની લાગણી ફેલાઈ છે. બિમાર થયા બાદ પણ ડૉ. જીગીશે જોધપુરની વિખ્યાત એઇમ્સ હોસ્પિટલમાં મગજ અને કરોડરજજુના 125 જેટલા ઓપરેશન કરી લોકોને જીવનદાન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષના ટૂંકાગાળામાં જામનગરના યુવા કાર્ડિયોલોજીસ્ટ ડો. ગૌરવ ગાંધી અને ત્યારબાદ યુવાન ન્યુરોસર્જન ડો. જીગીશની અકાળે વિદાયથી જામનગરના મેડીકલ ક્ષેત્રે અકાળે મોટી ખોટ પડી છે તેવું કહી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular