કાયમી ધોરણે આર્થિક ભીસનો સામનો કરતી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પોષ વિસ્તારમાં આવેલ બે પ્લોટ વહેંચવા કાઢયા છે. આ બન્ને પ્લોટના વેચાણ થકી જામનગર મહાનગરપાલિકા કરોડોની કમાણી કરશે. શહેરના પોષ વિસ્તારમાં ટીપી સ્કીમ નં. 1 ફાયનલ પ્લોટ નં. 97, ક્ષેત્રફળ 3062.97 ચો.મી. તથા ફાઇનલ પ્લોટ નં. 65 ક્ષેત્રફળ 3129 ચો.મી.ના પ્લોટ વેચવા માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેનો તા. 20-1-2023 સુધી ભાવ ભરી શકાશે. ઉલ્લેખનિય છે કે, પોષ વિસ્તાર હોય જામનગર મહાનગરપાલિકા આ પ્લોટના વેચાણ થકી અઢળક કમાણી કરશે.
જામનગર મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નં-1 માં સમાવિષ્ટ અંતિમખંડ નં.-97/પૈકી કે જે પોલીસ હેડકવાટર્સની પાછળની બાજુએ આવેલ 24.00 મી. (80 ફૂટ) પહોળા ટી.પી. રોડ પર આવેલ છે. સદરહુ જામનગર નાં પ્રાઈમ લોકેશનમાં આવેલ ગોલ્ડન સિટીની બાજુમાં આ જ્ગ્યા આવેલ છે અને આ જગ્યાની બાજુમાં ઈ.અ. ઇન્સ્ટીટયુટ દ્વારા તેઓનું નવું ઇન્સ્ટીટયુટ પણ ત્યાં બનનાર છે. સદરહુ જગ્યાને બે ટી.પી. રોડની કનેકટીવીટી મળે છે અને એક 24.00 મી. નો રસ્તો અને એક 18.00 મી. નાં રસ્તાથી ડાઈરેક્ટ પ્રવેશ આ જગ્યાને મળી રહે છે. આ જગ્યા વેંચવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સદર 3062.97 ચો.મી. પ્લોટને 45,911/- /પ્રતિ ચો.મી. અપસેટ પ્રાઈઝના ભાવે ઓનલાઈન ટેન્ડરથી તા.16/12/2022 થી વર્તમાનપત્ર માં જાહેરાત આપી ભાવો પણ મંગાવવામાં આવેલ છે જે બાબતે કોઈપણ વ્યક્તિ, પેઢી, સંસ્થા, ટ્રસ્ટ દ્વારા આ જગ્યા વેંચાણથી લેવા તા.20/01/2023 સુધી ભાવ ભરી શકશે.
જામનગર મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નં-1 માં સમાવિષ્ટ અંતિમખંડ નં.-65 કે જે પોલીસ હેડકવાટર્સની પાછળની બાજુએ આવેલ 24.00 મી. (80 ફૂટ) પહોળા ટી.પી. રોડ પર આવેલ છે. સદરહુ જામનગર નાં પ્રાઈમ લોકેશન માં આવેલ ક્રિષ્ના સ્કુલની બાજુમાં આ જ્ગ્યા આવેલ છે અને આ જગ્યાની નજીકમાં ઈ.અ. ઇન્સ્ટીટયુટ દ્વારા તેઓનું નવું ઇન્સ્ટીટયુટ પણ ત્યાં બનનાર છે. સદરહુ જગ્યાને બે ટી.પી. રોડની કનેકટીવીટી મળે છે અને એક 24.00મી. નો રસ્તો અને એક 15.00 મી. નાં રસ્તાથી ડાઈરેક્ટ પ્રવેશ આ જગ્યાને મળી રહે છે. આ જગ્યા વેંચવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સદર 3129.00 ચો.મી. પ્લોટને 65,676 પ્રતિ ચો.મી. અપસેટ પ્રાઈઝના ભાવે ઓનલાઈન ટેન્ડરથી તા.16/12/2022થી વર્તમાનપત્ર માં જાહેરાત આપી ભાવો પણ મંગાવવામાં આવેલ છે જે બાબતે કોઈપણ વ્યક્તિ, પેઢી, સંસ્થા, ટ્રસ્ટ દ્વારા આ જગ્યા વેંચાણથી લેવા તા.20/01/2023 સુધી ભાવ ભરી શકશે. જેનો લાભ લેવા અનુરોધ છે.