આજે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં યોજાતાં શ્રાવણી મેળા રદ્ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ કમિશનર દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. ગતવર્ષે પણ કોરોનાના કારણે જામનગરના શ્રાવણી મેળા રદ્ કરવામાં આવ્યા હતાં.
હજૂ ગઇકાલે જ મુખ્યમંત્રીએ રાજ્યમાં કોઇપણ સ્થળે લોકમેળો યોજાશે નહીં તેવી જાહેરાત કરી હતી. જેના અનુસંધાને જામ્યુકો દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 4.17 કરોડના જુદા જુદા વિકાસકામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.