લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે 79 વિધાનસભામાં એકતા યાત્રા યોજાનાર છે. જેનો સવારે સરદાર પટેલ પ્રતિમાથી પ્રારંભ થશે આ એકતા યાત્રાને લઇ જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા યાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની સહિતના અધિકારીઓ દ્વારા એકતા યાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યુ હતું.
View this post on Instagram


