તાજેતરમાં જામનગર શહેરમાં ભારેપવન સાથે વરસાદથી તબાહી મચી હતી. જેમાં શહેરમાં અસંખ્ય વૃક્ષો ધરાશાય થયા હતા. તેમજ મકાનોના પતરા પણ ઉડી ગયા હતા. ત્યારે જામનગર મહાનગરપાલિકાના પાર્કિંગમાં પણ ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાય થતાં પાર્કિંગના પતરાના શેડ પણ તુટ્યા હતા.
જેના કારણે જામ્યુકોની સરકારી વાહન પણ તેમાં દબાયા હતા. જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની ગાડી પતરા નીચે દબાય જવા પામી છે. જે હજુ સુધી પણ દબાયેલી હોય જામ્યુકોની લાપરવાહી દેખાઇ રહી છે.