Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા કાયમી સફાઇ કામદારના નિમણુંક ઓર્ડર અપાયા - VIDEO

જામ્યુકો દ્વારા કાયમી સફાઇ કામદારના નિમણુંક ઓર્ડર અપાયા – VIDEO

સાંસદ પૂનમબેન માડમના અઘ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ : ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત

જામનગર મહાનગરપાલિકા દ્વારા કાયમી સફાઇ કામદાર તરીકેના નિમણુંક ઓર્ડર આપવાનો કાર્યક્રમ સાંસદના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે ધારાસભ્ય, જામ્યુકોના અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા વખતો વખત ખાલી પડતી જગ્યાઓ સામે સિનીયોરીટી ક્રમ મુજબ અવેજી સફાઇ કામદારોને આ સેટઅપની ખાલી જગ્યા ઉપર કાયમી સફાઇ કામદાર તરીકે નિમણુંક આપવાનો કાર્યક્રમ ગઇકાલે સાંજે એમ.પી.શાહ મ્યુનિસીપલ ટાઉનહોલ ખાતે સાંસદ પૂનમબેન માડમના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં સફાઇ કામદારના મેડીકલ ચેકઅપ તથા કાયમી સફાઇ કામદારના નિમણુંક ઓર્ડર અપાયા હતાં.

- Advertisement -

આ કાર્યક્રમમાં જામનગર-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઇ જોષી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકનાણી, સેનીટેશન કમીટીના ચેરમેન જશુબા ઝાલા, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, કોર્પોરેટરો મુકેશભાઇ માતંગ, પાર્થભાઇ જેઠવા, અરવિંદભાઇ સભાયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જામ્યુકોના અધિકારીઓ ડે.મ્યુ. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશભાઇ જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular