જામનગર જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને પગલે જામનગર મહાનગરપાલિકા તથા વહિવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ચૂકયું છે. આજે બપોર બાદ જામનગરમાં વાવાઝોડાની આગાહી હોય, જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે તા. 17-5-21ના રોજ બપોર બાદ લોકોને ઘરની બહાર આવશ્યક કામગીરી સિવાય ન નિકળવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી બે-ત્રણ દિવસ માટે જરુરી શાકભાજી, કરિયાણુ સહિતની વસ્તુઓનો સંગ્રહ રાખવા પણ જણાવાયું છે.
જામનગરમાં વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડાથી રક્ષણ મેળવવા અને બને એટલુ ઓછી નુકસાની ભોગવવી પડે તે માટે હોર્ડિંગ્સ બોર્ડ, બેનર દૂર કરવાની કામગીરી કરી છે. તેમજ ભયજનક મકાનોના સર્વેની કામગીરી પૂર્ણ કરી તમામ ભયજનક મકાન માલિકોને સુરક્ષીત સ્થળે ખસી જવા સૂચના આપી છે. આ ઉપરાંત શહેરમાં નિચાણવાળા વિસ્તારો માટે 28 પ્રાથમિક શાળાઓમાં આશ્રય સ્થાનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ નિચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસવા 12 રીક્ષાઓ મારફતે સતત માઇક દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે. તેમજ દરેક વોર્ડ વાઇસ તાંત્રિક અધિકારીઓની આપાત્તકાલિન વ્યવસ્થા માટે નિમણુંક કરવામાં આવી છે.
વાવાઝોડા દરમિયાન લોકોને આરોગ્ય સારવાર મળી રહે તે માટે શહેરના બાર યુપીએચસી ઇમરજન્સી સેવા માટે 247 પ્રાથમિક આરોગ્ય સેવા માટે ઉપલબ્ધ રહેશે. તેમજ ઇમરજન્સી સેવા માટે તાલિમી 50 જવાનો તથા એસએસબીની ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત જામનગર શહેરમાં આપત્તીના સંજોગો માટે એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
જામ્યુકો દ્વારા તા. 17-5-21ના બપોરબાદ ઘરમાંથી આવશ્યક ઇમરજન્સી કામગીરી સિવાય લોકોને બહાર ન નિકળવા તેમજ વાવાઝોડાની અસર પૂર્ણ ન થાય ત્યાં સુધી સલામતી માટે ઘરમાં જ રહેવા જણાવાયું છે. આ ઉપરાંત આગામી બે-ત્રણ દિવસ માટે ઘરમાં જરુરી આવશ્યક કરિયાણુ, શાકભાજીનો સંગ્રહ કરવા તથા આકસ્મિક વિજળી ગુલ થવાની કિસ્સામાં ઘરે ટોર્ચબત્તી, મીણબત્તી વગેરે રાખવા તેમજ ઘરના બારી-બારણા, દરવાજા તથા છાપરાઓ મજબૂતીકરણ કરવા પણ જણાવાયું છે. સલામતી માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ક્ધટ્રોલ રુમ પણ શરુ કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપ)લિકાના ક્ધટ્રોલ રૂમ મો. 99090 11502, ફાયર શાખા ક્ધટ્રોલ રૂમ નં. 0288-2672208, આરોગ્ય વિભાગ ક્ધટ્રોલ રુમ મો. 9909 011502/95120 23431/32 (સંજીવની)નો સંપર્ક કરવા જણાવાયું છે.
વાવાઝોડાને ધ્યાને લઇ જામનગરમાં આજે બપોરબાદ લોકોને બિનજરૂરી બહાર ન નિકળવા જામ્યુકો દ્વારા અપીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા ક્ધટ્રોલ રૂમ નં. 0288-2672208, આરોગ્ય વિભાગ ક્ધટ્રોલ રુમ મો. 9909 011502/95120 23431/32