Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતની ઓળખ બન્યું વલસાડનું ઝરોલી ગામ

ગુજરાતની ઓળખ બન્યું વલસાડનું ઝરોલી ગામ

ઝરોલીમાંથી પસાર થશે મેટ્રો ટ્રેનની ટનલ

- Advertisement -

વલસાડના ઝરોલી ગામમાંથી પસાર થશે બુલેટ ટ્રેન કેમ કે ઝરોલીમાં બની રહી છે મેટ્રોની ટનલ 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. 350 પૈકી 67 મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર દ્વારા વિકાસના કાર્યોને વેગ મળ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ઝરોલી ગામની વાત કરીએ તો ઝરોલી એ સમગ્ર ગુજરાતની ઓળખ બની ગયું છે. ઝરોલી ગામમાં 350 મીટર લાંબી પવતનીય ટનલનું કામ ચાલી રહ્યું છે. જેમાંથી 67 મીટરનું કામ પૂર્ણ થયું છે. ટનલ બનાવવા માટે અદ્યતન સાધનોની ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પહાડમાંથી પસાર થતી ગુજરાતની પ્રથમ ટ્રેન હશે.

મેન્ગ્રોવ્સ સંરક્ષિત વિસ્તાર હોવાથી ટનલમાંથી બુલેટ ટે્રન પસાર થશે. આ કામગીરી માટે ક્ધસ્ટ્રકશન કંપની દ્વારા સ્કીલ્ડ સ્ટાફની નિમણૂંક કરાઇ છે. વાપી ગુજરાતનું અમદાવાદ-મુંબઇ રૂટનું છેલ્લું સ્ટેશન હશે. જ્યારે મુંબઇથી અમદાવાદ તરફ આવો તો વાપી રાજ્યનું પહેલું સ્ટેશન હશે. અમદાવાદ બાદ ગુજરાતનું સૌથી લાંબુ સ્ટેશન વાપીમાં બનશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડનો આ પ્રોજેકટ વાપીના આ સ્ટેશનની લંબાઇ અંદાજિત 1200 મીટર હશે. દમણગંગા, પાર અને કોલક નદી પરથી આ બુલેટ ટ્રેન પસાર થશે. 508 કિ.મી.નો બુલેટ ટે્રનનો રૂટ રહેશે. આમ ઝરોલી ગામના પહાડમાંથી પસાર થશે મેટ્રો ટ્રેનની ટનલ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular