ભારતીય સંસ્કૃતિ અને આપણા વિરપુરૂષો અને વિરાંગનાઓ કે જેના ઈતિહાસ વિશે આજની પેઢીને માહિતી મળે તેવા શુભ હેતુથી શેહરની હાથી કોલોની ખાતે આવેલા આશાપુરા ગરબી મંડળ કે જે છેલ્લાં 42 વર્ષથી પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન કરે છે ત્યાં પેટ્રીયાટિક થીમ કે જે મહાત્મા ગાંધીજીને સમર્પિત છે. તલવાર રાસ, મહાકાલી તાંડવ રાસ, ક્રિષ્ન જન્મોત્સવ, ઘમર-ઘમર મારું વલણાણુ, થેરોડીના ડાકલા, મોર બની થનગનાટ, માંડવી રાસ સાથે સાથે ‘ઝાંસી કી રાની’ નૃતય નાટિકા કે જે નારી શકિતને સમર્પિત છે. તેમ વિવિધ અવનવા રાસ રજુ કરવામાં આવે છે. આ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ ગરબીનું સંચાલન પિયુષ હરિયા, કે.કે. વિસરીયા, નિલેશ હરિયા, વનરાજસિંહ જાડેજા, એસ.એસ. શેખ, જયેશ ગુઢકા, મિતેન બિદ, હરેશ શુકલ, રૂપેન તન્ના, ગીરીશ કાલેણા, નિલેશ બાવરીયા, સંજય બકરાણીયા, દિપક કુબાવત, મિલન હરિયા, પારસ હરિયા, વિશાલ ગાંધી, હર્ષ હરિયા સહિતના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. જેમાં કોરિયોગ્રાફી ભકિતબેન કંસારા દ્વારા કરવામાં આવી છે.