જિલ્લા પંચાયતનાં પટાંગણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જેટીંગ મશીન ( ભુર્ગભ ગટરની સફાઈ માટે ) તાલુકા પંચાયત લાલપુર અંતગર્ત લાલપુર ગ્રામ પંચાયતને ફાળવવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતનાં પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા વિકાસ અધિકારી તથા ચેરમેન બાંઘકામ/ સિંચાઈ તથા અન્ય સદસ્યઓ, ટીડીઓ લાલપુર અને પ્રમુખ તાલુકા પંચાયત લાલપુર તેમજ ડીઆરડીએનાં અધિકારીઓની હાજરીમાં ગ્રામ પંચાયત લાલપુર ને અપર્ણ કરવામાં આવ્યું હતું. આ તકે લાલપુર ગ્રામ પંચાયતનાં સરપંચ સમીરભાઈ ભેંસદડીયા એ સર્વેનો આભાર માન્યો હતો.