જામનગરમાં ઇન્દિરા માર્ગ પર ચાલી રહેલાં ફલાય ઓવરના કામ દરમ્યાન વધુ એક વખત વીજ કેબલ કપાતા મ્હોંકાણ સર્જાઇ છે.
આજે સવારે કેનાલના કામ માટે જેસીબી મશીનને અંદર ઉતારવામાં આવી રહ્યું હતું ત્યારે બાજુમાંથી પસાર થતો વીજ કંપનીનો કેબલ કપાઇ જતાં આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. વીજ કંપનીના કર્મચારીઓએ તાબડતોબ મરામત કાર્ય હાથ ધર્યું હતું. અગાઉ પણ ફલાયઓવરના પીલરના ખોદકામ દરમ્યાન વીજ કેબલ કપાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કેટલાક કામદારોને ઇજા પહોંચી હતી.