ગુરૂવારે જૈનોના વિમલનાથ ભગવાનનો જન્મ કલ્યાણક અંર્તગત જામનગરના દિ.પ્લોટમાં આવેલા દેરાસરમાં મુળનાયક વિમલનાથ ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારે સ્નાત્ર પૂજા, બપોરે જન્મ કલ્યાણક પૂજા તથા રાત્રીના આંગી શણગાર તથા ભાવનાનો જૈન-જૈનેતરોએ મોટી સંખ્યામાં ભાગી લીધો હતો તથા રાત્રીના ભાવના બાદ આરતી-મંગલદિવો કરવામાં આવ્યા હતાં.