જામનગરના કમિશનર દ્વારા બેડી વિસ્તારના સેલ્ટર હોમની મુલાકાત લઇ આશ્રય લઇ રહેલા લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમજ રસોઇમાં વપરાતા અનાજની ગુણવતાની પણ ચકાસણી કરી જરૂરી સુચનો આપ્યા હતાં.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન.મોદી દ્વારા ઉઅઢ-ગઞકખ યોજના અંતર્ગત સરકારની 100% ગ્રાંટ આધારિત અને જામનગર મહાનગર પાલિકા સંચાલિત બેડી વિસ્તારમા આવેલર શેલ્ટર હોમની મુલાકાત લેવામાં આવી હતી અને તેમા આશ્રય લઇ રહેલા લોકો સાથે સંવાદ કરીને આપવામાં આવતી સુવિધાઓની વિગતો મેળવી હતી તેમજ કિચનમાં જઈને રસોઈમાં વપરાતા અનાજની ગુણવત્તાની પણ ચકાસણી કરી હતી અને સમગ્ર શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા લોકોને કોઈ તકલીફ ના પડે અને પરિસરમાં સાફ સફાઈ જળવાય તે રીતે મોનીટરીંગ કરવા પ્રોજેક્ટ ઓફિસરને સૂચન આપી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ કમિશનર ભાવેશભાઈ જાની તથા લગત બાંધકામ કરનાર એજન્સી, પીએમસી તથા ઓપરેશન મેઈન્ટેનન્સ કરનાર એજન્સીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.