Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા જામસાહેબ

ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા જામસાહેબ

- Advertisement -

દેશના અગ્રણી ઉદ્યોગપતિ એવા રતન ટાટાનું નિધન થયું છે. ત્યારે જામનગરના જામસાહેબ દ્વારા પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી છે.

- Advertisement -

જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ જણાવ્યું છે કે, રતન ટાટાની વિદાય એ માત્ર તેમના પરિવારજનો અને પરિચિતો માટે જ નહીં પણ સમગ્ર રાષ્ટ્ર માટે કપરા દુ:ખની ઘડી છે.તેમની વિદાય રાષ્ટ્ર માટે ન પૂરી શકાય તેવી ખોટ છે. તેઓ પ્રશંસનીય પ્રગતિને સિદ્ધ કરનારા વિરાટ વ્યક્તિત્વ અને મહાન ઉદ્યોગપતિ હતા. સત્તા વિના પણ સેવાના ભાવને સાર્થક કરવાની ઈચ્છા રાખનાર મારા જેવા વ્યક્તિઓ માટે તેઓ પ્રેરણાદાયી હતા. જીવનમાં મારા જેવા જેને અનુસરી શકે તેનું ખૂબ સારું અને સમર્થ ઉદાહરણ તેઓ હતા ; કે જે બાબત ખૂબ પ્રયાસ માંગી લે તેવી અને અકલ્પનીય હતી તેમ છતાં ઘણા લોકોને સેવાના માર્ગે દોરનારી હતી. રાષ્ટ્ર તે દિવ્ય શક્તિને હંમેશા યાદ કરે.

પરોપકારી પ્રવૃત્તિમય જીવનથી દિવ્ય નિવૃત્તિ તરફ સફર કરનારા તે અલૌકિક આત્માને ઈશ્વર શાંતિ આપે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular