રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્કતની સરકારી જિલ્લા પુસ્તકાલય જામનગરને રૂા. એક કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે સ્માર્ટ બનાવાઇ છે ત્યારે આજે હાલાર સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરી પુસ્તક પ્રદર્શનને લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. આ તકે ધારાસભ્યનો રીવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા સહિતના હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ અત્યાધુનિક લાયબ્રેરીની સુવિધાથી જામનગરના વિદ્યાર્થીઓ તેમજ વાંચકોને ઘણો ફાયદો થશે.