પિતળના ઘટકોનું હબ એટલે જામનગર સ્થિત સિયારામ રિસાયકલીંગ લિ. પિતળના ભંગાર, પીતળના ઈંગોટ્સ, બિલેટસ અને પીતળના સળિયાઓનું ઉત્પાદન અને પિતળ આધારિત ઘટકો ખાસ કરીને પ્લમ્બીંગ અને સેનેટરી પાર્ટસનું ઉત્પાદન કરતી 2007 માં સ્થાપિત કંપની એટલે સિયારામ રિસાયકલીંગ ઈન્ડસ્ટ્રીઝનું લિમીટેડ, જેના BSE-SME ઇસ્યૂની આજે ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને 18મી ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. ત્યારે રોકાણકારો માટે એક ઝડપી લેવા જેવી તક છે.
કંપની મુખ્યત્વે બ્રાસના ભંગારનું વિભાજન, બ્રાસ ઈન્ગોટ્સ, બીલેટસ અને પિતળના સળિયાના ઉત્પાદનમાં અને બ્રાસ આધારિત ઘટકોના ઉત્પાદનમાં રોકાયેલી છે. જામનગર જિલ્લામાં કંપની 3 સુવિધાઓ સાથે કાર્યરત છે. 4970 ચોરસ મીટરની જમીન પર સ્થિત યુનિટમાંથી બ્રાસના બિલેટ્સ સળિયા અને બ્રાસના ઘટકોનું ઉત્પાદન કરે છે. બ્રાસના ઘટકો 3629 ચોરસ મીટરની જમીન પર સ્થિત યુનિટ 2 માંથી બનાવવામાં આવે છે અને યુનિટ 3 મા 3346 ચોરસ મીટરની જમીન પર આવેલ છે. જે સ્ક્રેપને અલગ કરવા વપરાય છે. કં5ની પાસે બ્રાસ બિલેટ્સ અને ઈંગોટ્સના ઉત્પાદન માટે 9900 મી. બ્રાસના સળિયાના ઉત્પાદન માટે 8250 ની અને બ્રાસના ઘટકોના ઉત્પાદન માટે 3300 મી. ઉત્પાદન કરવાની સ્થાપિત ક્ષમતા છે.
હાલમાં કંપની તેના ઉત્પાદનોનું ભારતમાં લગભગ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માર્કેટીંગ કરે છે. જેમાંથી મોટાભાગની આવક ગુજરાતમાંથી આવે છે તે ચીન, જર્મની, બેલ્જિયમ અને ઓમાન જેવા દેશોમાં પણ નિકાસ કરે છે. કંપનીની પ્રોડકટસ પ્રોફાઈલમાં બ્રાસ બિલેટ્સ, બ્રાસ ઈન્ગોટ્સ, બ્રાસ સળિયા, બ્રાસ સ્ક્રેપ, બ્રાસ ઘટકો જેમાં પ્લમ્બીંગ અને સેનીટરી ભાગો, બ્રાસ ઈન્સટ્સ, બ્રાસ સિરામિક કાર્ટીજ, બ્રાસ એંગલ વાલ્વસ, એકસ્ટેશન નીપલ્સ છે. ઈશ્યૂની આજથી ધમાકેદાર શરૂઆત થઈ છે. આજથી સબસ્ક્રિપ્શન માટે ખુલી 18મી ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે.
ઈશ્યૂમાં સબસ્ક્રિપ્શન માટેની ન્યુનતમ રકમ રૂા.1,38,000 છે. જેના માટે ઓછામાાં ઓછા 3000 શેરની અરજી કરવાની રહેશે. ત્યારબાદ ગુણાંકની અરજી કરવાની રહેશે. કંપની BSE-SME પ્લેટફોર્મ પર તેના ઈશ્યૂ લઇને આવી ગઈ છે. હેમ સિકયુરીટીઝ લિમિટેડને ઇશ્યૂ માટે લીડ મેનેજર તરીકે નિયુકત કરાયા છે. ઈશ્યૂમાં ઓફર બુક ગઈકાલેના ખુલ્લી ગઇ છે.
કંપનીના નાણાંકીય પરિણામો આકર્ષક છે. વેંચાણમાં 88.52% CAGR વૃધ્ધિ નોંધાવી છે. નફાકારકતા 131.94% CAGR વૃધ્ધિ નોંધાવી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં કંપનીએ વેંચાણ અને નફો અનુક્રમે 139.72 કરોડ/રૂા.1.42 કરોડ રૂા.426.44 કરોડ / રૂા.3.22 કરોડ અને 497.86 કરોડ / રૂા.7.65 કરોડ (FY23) રહ્યો છે. ચોખ્ખો નફો પાછલા નાણાંકીય વર્ષ 2022 ની સાપેક્ષ 137.36% વૃધ્ધિ પામ્યો છે.
રામગોપાલ ઓરછવલાલ મહેશ્વરી કંપનીના ચેરમેનઅને હોલ ટાઈમ ડિરેકટર છે. તેઓ એક સ્વપ્ન દ્રષ્ટા ઉદ્યોગ સાહસિક છે. તેમની પાસે બ્રાસ ઉદ્યોગમાં 34 વર્ષથી વધુનો અનુભવ છે. જ્યારે ભાવેશ રાજગોપાલ મહેશ્વરી મેનેજીંગ ડીરેકટર મધુ રામગોપાલ મહેશ્વરી કંપનીના નોન એક્ઝિકયુટીવ ડિરેકટર છે. વહીવટી ક્ષેત્રમાં 22 વર્ષનો અનુભવ ધરાવે છે. જ્યારે મેઘા મહેશ્વરી કંપનીના સીએફઓ છે. કંપનીના ચોપડે 32.61 કરોડના રીઝર્વ ભંડોળ ધરાવે છે.
આમ, કંપની પાસે મજબુત મારંકી કલાયન્ટ્સ છે. અને વિકાસ પામી રહેલા ક્ષેત્રમાં કામકાજ કરી રહી છે. અને ઈશ્યૂ ભંડોળમાંથી કંપની તેનું દેવું ઘટાડી વ્યાજખર્ચમાં બચાવ કરશે. ઈશ્યૂ મધ્યથી લાંબાગાળાના તેમજ લિસ્ટીંગ ગેઈન્સ માટે અચૂક ભરી દેવો જોઇએ. કંપની જામનગરમાં સ્થિત છે. જે સારા ભૌગોલિક લાભ પણ ધરાવે છે. તો આ રોકાણની તકો ઝડપી લેવા જેવી છે.