જામનગરની કલાતિત ઈન્ટરનેશનલને અમદાવાદ ખાતે ટુરીઝમ એવોર્ડ 2024 માં કુલ 6 એવોર્ડ મેળવી જામનગરનું ગૌરવ વધાર્યુ હતું. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં.
તાજેતરમાં અમદાવાદ ખાતે ટુરીઝમ એવોર્ડ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી અનેક પ્રતિયોગીએ ભાગ લીધો હતો. જેમાં જામનગરની હોટલ કલાતિત ઈન્ટરનેશનલને છ એવોર્ડ આપવામાં આવ્યાં હતાં. જેમાં બેસ્ટ માઈસ વેન્યુ ઈન જામનગર, બેસ્ટ કેફે ઈન જામનગર, બેસ્ટ ટ્રેડીશનલ રેસ્ટોરન્ટ ઈન જામનગર, બેસ્ટ થ્રી સ્ટાર હોટલ ઈન જામનગર, બેસ્ટ વેડીંગ વેન્યુ ઈન જામનગર તથા બેસ્ટ બેકરી ફોર હેલ્થી ઓપ્શન ઈન ગુજરાત સહિતની છ કેટેગરીઓમાં એવોર્ડ મેળવ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જગદીશભાઈ વિશ્ર્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન સહિતના મહાનુભાવો આ તકે ઉપસ્થિત હતાં. જામનગરની હોટલ કલાતિતના દક્ષભાઈ અને સાર્થકભાઈ દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યાં હતાં.