Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 48 કલાકમાં 100 દર્દીના મોતથી અરેરાટી

જામનગરમાં 48 કલાકમાં 100 દર્દીના મોતથી અરેરાટી

શહેરમાં 363 પોઝિટિવ અને ગ્રામ્ય વિસ્તારમાં 245 નવા કેસ : જિલ્લામાં કુલ 608 નવા દર્દી: શહેરમાં 150 અને ગ્રામ્યમાં 152 દર્દીઓએ કોરોનાને માત આપી : જી.જી.હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી હાઉસફૂલ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ગંભીર રીતે આગળ વધી રહી છે અને આ લહેર પ્રથમ લહેર કરતા અનેકગણી ઝડપી છે તેમજ બીજી લહેરમાં કોરોનાથી થતા મોતનું પ્રમાણ પણ વધી ગયું છે. જામનગર જિલ્લામાં છેલ્લાં 48 કલાક દરમિયાન 608 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 100 દર્દીના મોત નિપજ્યા છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ધીમે-ધીમે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લાં ત્રણ સપ્તાહથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ચિંતાજનક રીતે વધતો જાય છે. તેમાં સરકારની સાથે-સાથે લોકોની બેદરકારી પણ મહત્વનો ભાગ ભજવે છે. ભારત દેશની સાથે-સાથે ગુજરાતમાં પણ કોરોના કહેરની બીજી લહેર ઝડપી સંક્રમિત થઈ રહી છે. ત્યારે આ સંક્રમણથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જામનગર જિલ્લામાં 48 કલાક દરમિયાન કોરોનાથી 100 વ્યકિતઓના મોત નિપજયા છે.

જામનગર શહેરમાં 48 કલાક દરમિયાન શહેરમાં 174 અને 189 મળી કુલ 363 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે 122 અને રવિવારે 123 મળી કુલ 245 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સામે શહેરમાં શનિવારે 75 અને રવિવારે 75 મળી કુલ 150 દર્દીઓ સાજા થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે 72 અને રવિવારે 80 મળી કુલ 152 દર્દીઓએ કોરોનાને માત આપી છે. શહેરમાં આજ દિવસ સુધીમાં કુલ 270774 લોકોના જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 216162 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગર શહેરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં કોવિડ ઓપીડીમાં પરીક્ષણ માટે દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે તેમજ મહાનગરપાલિકાના ગેઈટ પર અસંખ્ય શહેરીજનો કોવિડ ટેસ્ટની લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. છેલ્લાં ઘણાં સમયથી વકરી રહેલા કોરોનાને કારણે શહેર અને જિલ્લાની પરિસ્થિતિ સતત ગંભીર થતી જાય છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં અને નોન કોવિડ હોસ્પિટલમાં મળી કુલ 100 દર્દીઓના 48 કલાક દરમિયાન મોત નિપજ્યા છે. આ આંકડો જો કે સત્તાવાર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ તંત્રના ચોપડે તો 48 કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક જ વ્યકિતનું કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું છે. જ્યારે હાલમાં જ કલેકટર રવિ શંકર દ્વારા જી.જી.હોસ્પિટલ હાઉસફુલ થયાના આંકડા જાહેર કરાયા હતાં. તેમાં નોન આઈસીયુ અને ઓકિસજન બેડની 935 ની ક્ષમતાની સામે 1067 તેમજ વેન્ટીલેટર સાથેના બેડમાં 235 ની સામે 235 બેડ ભરાયેલા છે. આમ જી.જી.હોસ્પિટલમાં 1200 બેડની ક્ષમતાની સામે 1302 દર્દીઓ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular