જામનગર ટયુશન કલાસ એસોસિએશન અને ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા ધો.10-12 ની પરીક્ષા આપનારા અંગે્રજી – ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જામનગર ટયુશન કલાસ એસોસિએશન તથા ભાજપા શિક્ષણ સેલ આયોજીત મોડેલ ટેસ્ટમાં રવિવારે ધો.10ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત, ધો.12 ના વિદ્યાર્થીઓ માટે વાણિજય વ્યવસ્થા અને એકાઉન્ટનું પેપર લેવામાં આવ્યું હતું. શહેરમાં મહિલા કોલેજ, ક્ધયા શાળા સહિતની ચાર જેટલી શાળાઓમાં મોડેલ ટેસ્ટ લેવામાં આવી હતી. આ મોડેલ ટેસ્ટ દરમિયાન મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા તેમજ શિક્ષણ સેલના હોદ્ેદારો સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરૂ પાડયું હતું.