જામનગર શહેર બાયપાસ રોડ પર અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. જો કે, વરસોથી માથાના દુખાવાસમાન આ સમસ્યાનું નિરાકરણ કરવામાં તંત્ર ઉણું ઉતરે છે અને શહેરીજનો આ ટ્રાફિકજામની સમસ્યાનો લગભગ દરરોજ ભોગ બનતા હોય છે. તેમ છતાં તંત્ર દ્વારા કાયમી સમસ્યાના નિરાકરણ માટે લાંબા ગાળાનું આયોજન કરવામાં આવતું નથી. દરમ્યાન ગઇકાલે રાત્રિના સમયે જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પરથી પવનચક્કીની પાંખ ભરેલા ખાનગી વાહનને કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. જો કે, રાત્રિના સમયે ટ્રાફિક પોલીસ ફરજ પર ન હોવાથી ટ્રાફિકજામ પૂર્વવત્ થવામાં ખાસ્સો સમય લાગી ગયો હતો.
View this post on Instagram


