મુકેશ અંબાણીએ એજીએમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ થવાની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ કંપનીના ગ્રીન એનર્જી પ્લાનની જાહેરાત કરી છે. કંપની જામનગરમાં ધીરૂભાઇ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ વિકસિત કરશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 44મી AGMમાં ગ્રૂપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણી દ્રારા જામનગરમાં ધીરૂભાઇ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કંપની જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગીગા કોમ્પ્લેક્સ બનાવશે જેમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 2030 સુધીમાં 100 ગીગાવોટના ઉત્પાદન કરતો સોલાર એનર્જી પ્રોજેક્ટ સ્થાપશે. કંપની હવે પરંપરાગત એનર્જીની જગ્યા પર ન્યૂ એનર્જી એટલે કે ગ્રીન એનર્જી પર જોર આપી રહી છે. તેના માટે રિલાયન્સે ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવ્યું છે. જેમાં દેશની ઘણી મોટી પ્રતિભાઓને સામેલ કરવામાં આવશે.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે ચાર ગીગા ફેક્ટ્રીઓને સમર્થન આપવા માટે બુનિયાદી ફોરમ અને ઉપયોગિતા પ્રદાન કરશે કે જેથી તમામ મહત્વપૂર્ણ સામગ્રી યોગ્ય સમયે ઉપલબ્ધ થઈ શકે.વધુમાં તેઓએ જણાવ્યું છે કે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગ સહિત વેલ્યૂ ચેન, પાર્ટનરશિપ અને ફ્યૂચર ટેક્નોલોજીસમાં વધારાના 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. ગ્રીન એનર્જીનું લક્ષ્ય 2030 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. હાઈડ્રોજન અને સોલર ઈકો સિસ્ટમને સપોર્ટ કરવા માટે રિલાયન્સ વર્લ્ડ સ્કેલ કાર્બન ફાઈબર પ્લાન્ટ ડેવલપ કરશે. કંપની નવા એનર્જી બિઝનેસમાં 3 વર્ષમાં 75,000 કરોડનું રોકાણ કરશે. જેમાંથી જામનગરમાં રૂ. 60,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, આ નવા વ્યવસાય માટે વિશ્વ સ્તરીય પ્રતિભા સૌથી મહત્વપૂર્ણ સંસાધન કરશે. રિલાયન્સે દુનિયાભરમાંથી સર્વશ્રેષ્ટ પ્રતિભાઓને આકર્ષિત કરવાનું શરૂ કરી દીધું છે. રિલાયન્સની આ જાહેરાતથી પોલ્યુશનમાં ઘટાડો થશે. બીજું પેટ્રોલ-ડીઝલ પર પણ નિર્ભરતા ઓછી થશે.